ઇડર બસ સ્ટેન્ડમાં વૃદ્ધાના ગળામાંથી એક તોલા સોનાની ચેઇન ચોરાઇ જતાં ફરિયાદ નોંધાઈ
 
                
હિંમતનગરથી ભિલોડાના મલાસા ગામમાં જવા નીકળેલ વૃદ્ધા ઈડરમાં ઉતરી બસ બદલવા સમયે ગળામાંથી એક તોલાનો સોનાનો દોરો ગાયબ થઈ જતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી .
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગર શહેરની શારદાકુંજ સોસાયટીમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા શાંતાબેન કુબેરભાઈ ભાભી પોતાના વતન ભિલોડા તાલુકાના મલાસા મધ્યે જવા સવારે 9:00 વાગે હિંમતનગર થી નીકળ્યા હતા.
ઈડર બસ ડેપોમાં ઉતરી ભિલોડા જવા માટે બસ આવતા એમાં ચડતા બસમાં બહુ ભીડ હોવાથી તરત નીચે ઉતરી ગયા હતા અને બીજી બસની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન તેમને ખબર પડી હતી કે ગળામાંથી એક તોલા સોનાનો દોરો ગાયબ થયો છે. જેથી તેમણે ડેપોની ઓફિસમાં જઈ દોરાની ચોરી અંગે જાણ કરી હતી ત્યાર પછી ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
 
                                         
                                        