વરાછામાં રેસ્ટોરન્ટના વેઇટરની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

kutchcarelogo-46

વરાછામાં વસુંધરા ઈન્ડસ્ટ્રીયઝ પાસેથી રેસ્ટોરન્ટના વેઇટરની હત્યા કરાયેલ હાલમાં મૃતદેહ મળી આવ્યો હતો. વેઇટરનો ફોન મળ્યો હતો નહી. જયારે ખિસ્સામાંથી રૂ.1200 અને હોટેલનો હાજરીકાર્ડ મળ્યો હતો. જેના આધારે પોલીસે મરણજનારની ઓળખ કરી હતી. લૂંટના ઈરાદાથી હત્યા કરાયાની આશંકા પોલીસને લાગી રહી છે. હાલમાં વરાછા પોલીસે મૃતકના માસીના દીકરા રણજીત શંકરશણ નાયકની ફરિયાદ નોંધી છે. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મરણજનારનું નામ દિપક મહાકુડ(32) છે અને તે આશીષ રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે નોકરી કરતો હતો. દશેરાના દિવસે રાત્રે રેસ્ટોરન્ટથી ઘરે જતા રસ્તામાં ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી.