દાત્રાણા ગામમાં ભૂગર્ભ ગટરના કામમાં રિજેક્ટ પાઈપનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ કરાયો

image-141
copy image

મેંદરડા પંથકના દાત્રાણા ગામમાં પંચાયત દ્રારા ચાલતાં ભૂગર્ભ ગટરનું કામ નબળું થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે જયેશભાઈ ગોરધનભાઈ રાખોલીયાં,કપીલ કાળા ભાઈ ગોહેલ સહિતના દ્વારા ટીડીઓ તથા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. તેમજ તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે.લેખિત રજૂઆત માં વધુમાં જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટરમાં અમુક પાઈપ રિજેક્ટ નાખવામાં આવ્યા છે.ટ્યુબલેવલ અનુસાર કામ થતું નથી. તેમજ આંગણવાડી કેન્દ્રના બાંધકામ માં સારી રેતીને બદલે વોકળાની રેતી વાપરવામાં આવે છે. તથા પાયાં ખોદકામને લઈ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.