DRL એ મુંદ્રાપોર્ટ પર દુબઈથી આવેલી 17 કરોડની સિગારેટ પકડી

copy image

મુંદ્રા પોર્ટ પર દુબઈથી આવેલા અને 10 દિવસથી પડી રહેલા કન્ટેનરને DRL એ તપાસતા 17 કરોડનો જંગી વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો. અમદાવાદ DRI જથ્થો સીઝ કરીને આયાતકારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા. સિગારેટ્સ પર ભારતમાં મોટા પ્રમાણમાં ટેક્સ તેમજ ભારતીય અન્ય કાયદાઓ લાગે છે, જેનાથી બચવા અન્ય ડિક્લેરેશન કરીને અગાઉ પણ મોટા પાયે થતી દાણચોરી અગાઉ પણ ઝડપાઈ ચુકી છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુની અમદાવાદ શાખાએ મળેલા ઈનપુટના આધારે મુંદ્રા પોર્ટના CFS માં પડેલા એક કંટેનરની મંગળવારે ખોલીને તપાસ આદરી હતી.

આ કન્ટેનર દુબઈથી 10 દિવસ પહેલા આવ્યું હતું અને હજી સુધી તેની બીલ ઓફ એન્ટ્રી ફાઈલ ન થયેલી હતી. એજન્સીએ કન્ટેનર ખોલીને તપાસ કર્યું તો વિદેશી સિગારેટ્સનો ઢગલો થઈ ગયો હતો. આખો દિવસ ગણના ચાલ્યા બાદ સામે આવ્યું કે કન્ટેનરમાંથી 850 કાર્ટુન હતા, જેમાં 10 હજાર પેકેટ્સમાં 85,50,000 મળી આવી હતી. વિદેશી મેંચેસ્ટર બ્રાંડની આ સિગારેટ્સની વેલ્યુ 17 કરોડ જેવી થઈ જાય છે. જથ્થાને કસ્ટમ એક્ટ તળે સીઝ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે