હરામીનાળામાં વધુ 7 પાકિસ્તાની માછીમાર બોટ મળી આવી, 15 થી વધુ ઘૂસણખોરો પરત જવામાં સફળ


ઘૂસણખોરી માટે પ્રખ્યાત ગણાતા હરામીનાળાના વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાની ઇસમો પકડાતા હોય છે ત્યારે એરફોર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ઇસમોની મૂવમેન્ટ જોવા મળતા BSF દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું.જેના આધારે 2 પાકિસ્તાની ઈસમો પકડાયા પછી હવે 7 પાકિસ્તાની બોટ મળી આવી છે.જેમાં માછીમારીના સાધનો સિવાય અન્ય કોઈ સંદિગ્ધ વસ્તુઓ ન મળતા ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. મહ્ત્વની વાત ત્યાં છે કે, 15 જેટલા ઘૂસણખોર પરત જવામાં સફળ રહ્યા છે.
નલિયા એરફોર્સના જવાનો ડ્રોનની મદદથી સરહદની ગતિવિધિઓ પર નજર રાખતા હતા એ દરમ્યાન હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો અને 6 થી 7 બોટ જોવા મળી હતી.જેથી BSF ના જવાનોએ ઝીરો પોઈન્ટના રહેવાસી એવા 2 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા.
ડ્રોન સર્વેમાં પાકિસ્તાની બોટો જોવા મળી હતી આ બોટો કબજે કરવા સર્ચ અભિયાન વધુ સઘન બનાવાતા 7 પાકિસ્તાની માછીમારી બોટો મળી આવી છે. બોટોની તપાસ કરતા તેમાંથી માછલી, માછલી પકડવાની ઝાળી, આઈસ બોકસ, બરફ સહિતની સામગ્રી મળી છે. કોઈ પણ સંદિગ્ધ મુદ્દામાલ મળી આવ્યો નથી. સર્વેમાં 2 પાકિસ્તાની ઈસમો પકડાયા પછી 6 થી 7 બોટો કબજે કરવાની થતી હોઈ તે બોટો કબજે કરી લેવામાં આવતા ભુજ BSF દ્વારા તપાસ અભિયાનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું.