હોસ્પિટલ રોડ પર દુકાન પાસે છાસ બનાવતા યુવાનનું શોક લગતા મોત

ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી મુરલીધર મીલ્ક સેન્ટર નામની દુકાનની બહાર છાસ બનાવતા સરસપરના યુવાનને રીવર્સમાં આવતાં ટેમ્પાની ટકકર વાગતાં હાથ ઇલેકટ્રીક મોટરને અડકી જતાં વીજ આંચકો લાગ્યો. હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં સારવાર પહેલા જ મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારજનોમાં આક્રંદ છાવાઇ ગયો હતો. આ અંગે GK જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ભદ્રેશ લક્ષ્મણભાઇ ચાડએ MLC માં નોંધ કરાવી હતી કે, બનાવ સવારે 10:30 વાગ્યાના અરસામાં બન્યો હતો.
હોસ્પિટલ રોડ પર આવેલી મુરલીધર મીલ્ક સેન્ટર નામની દુકાન બહાર તેમના માસીયાઇ ભાઇ સંજય સામજીભાઇ ખાસા (ઉ.વ.21) રહે. સરસપર સવારે છાસ બનાવી રહ્યા હતા. ત્યારે જીતો ગાડીની ટકકર લાગી જતાં સંજયનો હાથ છાસની ઇલેકટ્રીક મોટરને અડકી ગયો હતો. જેને કારણે શોક લાગ્યો હતો. પ્રથમ સારવાર ખાનગી હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે GK જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં હાજરી પરના તબીબે મૃત જાહેર કર્યો હતો