રાપરના કારૂડા પાસે બોલેરો પલટી મારી જતાં યુવકનું મોત અને ગાગોદર પાસે ટ્રેલર પાછળ અથડાતા ટ્રેલર ચાલકનું મૃત્યુ

રાપર તાલુકાના કારૂડા પાટિયા પાસે બાળભોગ ભરીને જતી બોલેરો ગાડીનું ટાયર ફાટી જતાં પલટી મારી ગઈ હતી, જેમા સવાર ઇસ્માઇલ જામાજી સમા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે ગાડીમા સવાર માદેવા ભીખાભાઇ રાઠોડને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ વડે પ્રથમ રાપર સહયોગ આરોગ્ય કેન્દ્ર મધ્યે ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં.

બોલેરો જીપ રાપરથી આંગણવાડીના બાળકો માટેનો પૌષ્ટિક આહાર, બાળભોગ અને ચોકલેટો સહિતનો સમાન ભીમાસર ઉતારવા માટે જતી હતી તે દરમિયાન રાપર શહેરથી ચાર કિલોમીટરના અંતરે કારૂડા પાટિયા પાસે ગાડીનું ટાયર ફાટતા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દેતા બોલેરો જીપ પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં નંદાસર ગામના આશાસપદ યુવાન ઇસ્માઇલ સમાનું કરુણ મૃત્યુ નીપજયું હતું. જયારે રાપરના સુખદધાર ગેલીવાડીના રહેવાસી માદેવાભાઈ રાઠોડને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં પ્રથમ રાપર પછી સામખીયારી રીફર કરવામાં આવ્યા હતાં.