ગાગોદર નજીક બંધ પડેલા કન્ટેનર ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા ટ્રેલર ચાલકનું મોત

image-190
copy image

આજે સવારે 9 વાગ્યાના આસપાસ મોરબી તરફથી રાજસ્થાનના જોધપુર તરફ જતું ટ્રેલર નંબર RJ 19 GF 3400 વાળું ગાગોદર પાસે ધોરીમાર્ગ 27 ઉપર બંધ પડેલું કન્ટેનર ટ્રેલર નંબર GJ 18 AT 9839 પાછળ અથડાઇ જતા ટ્રેલર ચાલક જોધપુર જિલ્લાના હિંગોળા ગામના 30 વર્ષીય પીપારામ હીરારામ જાટનું ગંભીર પ્રકારની ઈજાઓ થવાથી ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. પોલીસે અકસ્માતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.