વાંકાનેરમાં સરપંચ સાથે ફરતો હોવાનું મનદુખ રાખી ધોકા વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ

copy image

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમા સરપંચ સાથે ફરતો હોવાનું ખાર રાખીને 4 સખ્શોએ મહિલા સહીત ત્રણ વ્યક્તિને માર મારી ઈજા પહોચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના રાતાવીરડા ગામના રહેવાસી ફૂલીબેન સંધાભાઇ ઉકેડીયાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેના પતિ રાતાવીરડા ગામના સરપંચ સાથે ફરતા હોય છે. જે બાબતનું ખાર રાખી આરોપીઓ હીરાભાઈ ભીમાભાઇ કુણપરા, જોની નાનજીભાઈ કુણપરા, સંજય મનસુખભાઈ કુણપરા તથા સવશી જાદુભાઈ કુણપરા રહે બધા રાતાવીરડા ગામ તા. વાંકાનેર વાળાએ લાકડાના ધોકા લઈને ફરિયાદીની પતિની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશી ફરિયાદી ફૂલીબેન તથા કૈલાશબેન અને ફરિયાદીના પતિ સંધાભાઇને ગાળો આપી ઢીકા પાટૂ માર મારી ઈજા પહોચાડી હતી. વાંકાનેર તાલુકા પોલીસે 4 સખ્શો સામે મારામારીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.