ગાંધીધામમાં ઉત્તરપ્રદેશના 3 યુવકો પાસેથી બે તમંચા ઝડપાયા


ગાંધીધામમાં ત્રણ મુળ ઉતરપ્રદેશના યુવકો પાસેથી બે તમંચા અને ત્રણ કાર્ટીસ સાથે મળી આવ્યા. પુર્વ કચ્છ એલસીબીએ બે અલગ અલગ કાર્યવાહીમાં આ અટકાયતને અંજામ આપ્યો હતો. એલસીબીને મળેલી બાતમીના આધારે પીએસએલ કાર્ગો પર આંટો મારતા ઈસમ જેનીલાલ હોતીલાલ ચમાર (ઉ.વ.30) (રહે. પીએસએલ ઝુપડા, મુળ યુપી) ને ઝડપીને તપાસ કરતા તેની પાસેથી એક તમંચો મળ્યો હતો.
જેને ઝડપીને પુછપરછ કરતા વધુ એક તમંચો એચ.કે. ગોડાઉન પાસે હોવાનું ધ્યાને આવતા ત્યાં પીઆઈ ડી.એમ. ઢોલની આગેવાનીમાં પહોંચેલી ટીમે સ્થળ પરથી સોહનલાલ ઉર્ફે સોનુ રામદુલારે ગૌતમ (જાટવ) (ઉ.વ.31) તથા દિપકસાગરા પ્રેમપાલ જાટવ (ઉ.વ.24) (રહે. બન્ને એચ.કે ગોડાઉન પાસેની ઓરડી, મુળ યુપી) ને વધુ એક દેશી તમંચા તથા ત્રણ જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ સામે અનુક્રમે એ અને બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધીને બે દેશી તમંચા, 3 કાર્ટીસ અને 3 મોબાઈલ સહિત કુલ 20,500ની મતા કબ્જે કરી હતી. આ કામગીરી એલસીબી પીઆઈ એમ.એમ. જાડેજા સાથે સ્ટાફ દ્વારા કરાઈ હતી.