ભચાઉના આંબલિયારા ગામની સીમમાં ચાલતા દારૂના કટિંગ પર એલસીબીનો દરાડો: 31 લાખનો મુદ્દામાલ જપ્ત, 4ની અટકાયત


સામખીયાળીની હદમાં આવતા ભચાઉ તાલુકાના આંબલિયારા ગામની સીમમાંથી એલસીબીએ રૂ. 31.32 લાખના દારૂ સહિતનો મુદામાલ પકડી પાડ્યો છે.
આ અંગે જાહેર કરાયેલી યાદી મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ બુટલોગરો દારૂના વેંચાણમાં સક્રિય બને તે પૂર્વે જ નશાખોરીના વ્યવસાયને ડામવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનના પગલે પેટ્રોલિંગમાં રહેલ એલસીબી ટીમના પીઆઇ એમ.એમ.જાડેજાને મળેલી બાતમીના આધારે આંબલિયારા ગામની સીમમાં ખારી વિસ્તારમાં આરોપીઓ દ્વારા મોટા વાહનમાંથી નાના વાહનોમાં ઈંગ્લીશ દારૂનું કટિંગ થતું હતું. તે સ્થળે રેડ પાડી રૂ. 15. લાખ 86 હજાર 400નો દારૂ અને 15 લાખ 5 હજારની કિંમતના વાહનો તેમજ 6 મોબાઈલ કિંમત રૂ. 41000 મળીને કુલ 31,32,400ના મુદામાલ સાથે 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જગદીશ સુખરામ જાટ, રે. રાજસ્થાન, જગમલ ખેંગાર ભરવાડ, રે. રાપર, ખેરાજ ઉંમર સિયારીયા, રે. તોરણીયા અને હંસરાજ ઉંમર મણકા રે. હલરા તા. ભચાઉનો સમાવેશ થાય છે. જ્યારે ફરાર આરોપી શક્તિસિંહ ઉર્ફે ગોલું નવલસિંહ ગોહિલને ઝડપવાની તજવીજ હાથ ધરાઈ છે. ઝડપાયેલા આરોપીઓ સામે આઈપીસીની કલમ હેઠળ સામખીયાળી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે