અમદાવાદના બાપુનગરમાં પૈસાની માંગણી કરી 2 ઇસમોએ યુવકને ફટકાર્યો

બાપુનગરમાં રહેતા યુવકને તું અમને વાપરવા માટે પૈસા આપ તેમ કહીને બે ઇસમોએ યુવકને ઢોર માર માર્યો હતો, એટલું જ નહીં ધાક ધમકી આપીને પલાયન થઈ ગયા હતા. આ અંગે ઈજાગ્રસ્ત યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

બાપુનગરના શુભ લક્ષ્મી ફ્લેટમાં રહેતા ઉમારામ ચૌધરી સિલાઈકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે સાંજના તેઓ ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બાપુનગરમાં યાત્રા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે કૃણાલ અને રાજા નામના બે ઇસમો ઉમારામને ઉભા રાખ્યા હતા અને મારી પાસે વાપરવા માટે પૈસા નથી તો તું અમને પૈસા આપ તેવી માંગણી કરતા હતા. જેથી ઉમારામે પૈસા ન હોવાથી હું આપી શકુ તેમ નથી તેમ જણાવ્યુ હતુ. જેથી આ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ઉમારામને ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત ઉમારામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા પછી આ અંગે પોલીસ ફરિયાદ કરાઈ હતી.