માનકુવામાં જમીન પચાવી પાડવા બાબતે સગા ભાઇઓનો પિતા-પુત્ર પર હુમલો કર્યો

માનકુવામાં જમીન પચાવી પાડવાના ઇરાદાથી સગા-ભાઇ ભત્રીજા પર ધોકાથી હુમલો કરી બળજબરીથી ઝેરી દવા પીવડાવી મારી નાખવાનો પ્રયાશ કરનાર 4 આરોપીઓ વસામે માનકુવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ છે.

મળતી માહિતી અનુસાર માનકુવા મધ્યે વિચેશ્વર રોડ પર રહેતા મોહનભાઇ સોમજીભાઇ વેલાણી (ઉ.વ.55)એ તેમના સગાભાઇ હરીલાલ સોમજી વેલાણી, પિતા સોમજી કાનજી વેલાણી, ભત્રિજા મિત હરીલાલ વેલાણી અને રાજેશ લખમશી વેલાણી સામે ફરિયાદ દાખલ કરાવી છે. ઘટના સાંજે સાડા છ વાગ્યાના સમયગાળામાં બન્યો હતો.

આરોપીઓએ ફરિયાદી પાસેથી જમીન પચાવી પાડવાના ઇરાદાથી ફરિયાદી મોહનભાઇને માર મારી ચારે જણાઓએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી હતી. અને ફરિયાદીના પુત્ર સંદિપ મોહનલાલ વેલાણી (ઉ.વ.28)ને માથાના ભાગમાં ધોકાથી માર મારી ગંભીર ઇજા કરી હતી. ઘાયલ પિતા-પુત્રને સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માનકુવા પોલીસે મોહનભાઇની ફરિયાદ પરથી આરોપીઓ સામે આઇપીસી કલમ 307, 323,324 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીઆઇ ડી.આર.ચૌધરીએ હાથ ધરી છે.