વિક્રમનગર પાસે રોડ ક્રોસ કરતા યુવકનું વાહન અડફેટે આવી જતાં મોત

વિક્રમનગર બીઆરટીએસ કોલોની બસ સ્ટેન્ડ નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવકને વાહન ચાલકે ઠોકર મારતા તેનું મૃત્યુ થયું હતું. ધોળકામાં રહેતા અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતા દિલીપકુમાર નોકરી પરથી ઘરે જતા હતા.

જો કે તેમનો ભાઈ પ્રવિણ મોડી રાત્રી સુધી ઘરે આવ્યો હતો નહિ, જેથી તેની શોધખોળ કરતા જાણવા મળ્યુ હતુ કે, પ્રવિણભાઈ વિક્રમનગર બીઆરટીએસ કોલોની બસ સ્ટેન્ડ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક વાહન ચાલકે તેને ઠોકર મારતા તેને ગંભીર ઈજાઓ પહોચતા મૃત્યુ થયું હતું.આ અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.