કબૂતર ઉતારી લેવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી: યુવકે એસિડ પી આપઘાતનો કર્યો પ્રયાસ

ગોંડલના ભગવતપરામાં કબુતર ઉતારી લેવા કહેવા ગયેલા યુવકને પડોશી મહીલાઓ સહીતનાઓએ બેફામ માર મારતાં લાગી આવતા એસીડ પી આત્મહત્યાનો પ્રયત્ન કરતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. ભગવતપરામાં રહેતા રાહુલભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.25) ગત રોજ રાત્રે પોતાના ઘર પાસે રહેતા કિશન પરમારને તેનું કબુતર ઉતારી લેવા અંગે કહેવા ગયેલ હતો ત્યારે ઉશ્કેરાયઈ જય કિશન પરમાર તથા તેના પરીવારના લોકોએ ઝઘડો કરી ઢીકાપાટુનો ઢોર માર મારતા ત્યાંથી નાસી ઘરે આવેલા રાહુલે તેના પરિવારને મારે જીવવું નથી કહી એસીડ પી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

જેને પ્રથમ ગોંડલ અને પછી રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને આત્મહત્યાના પ્રયત્ન કરનાર યુવકના પરીવારજનોનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં રાહુલના ભાઈએ જણાવ્યું હતું કે તેને એક કબુતર પાળ્યું હતું.

જે કબુતરને પડોશમાં રહેતા કિશન પરમારે ઉતારી લઈ પોતાના ઘરે લઈ ગયો હતો. જે અને તેને કહેવા ગયેલા રાહુલ પર મહીલાઓ સહિતના શખ્સો તુટી પડયા હતા તે બાબતનું મન પર લાગી આવતા પગલું ભર્યું હતું.જ્યારે સામા પક્ષે ધવલભાઈ રમેશભાઈ પરમાર (ઉ.26)ને રાહુલ દારૂના નશામાં તેના ભાઈ સાથે મસ્તી કરતો હોવાથી જેને મસ્તી કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ રાહુલ અને તેના ભાઈઓ રમેશ, મિલન સહીતનાઓએ ઝઘડો કરી તલવારથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવ્યો છે.