ઓઢવમાં ચાલીને જઈ રહેલા વૃદ્ધાનો સોનાનો દોરો તોડી બે સ્નેચર ચોર બાઈક પર પલાયન

નિકોલ અક્ષરદીપ ટેનામેન્ટમાં રહેતાં કુસુમબહેન રમેશચંદ્ર ઓઝા (ઉં.60) 5.30 વાગે ઓઢવ શ્રદ્ધા બંગ્લોઝ પાસેથી ચાલતાં જતા હતાં તે દરમિયાન બાઇક પર આવેલા બે સ્નેચર ચોર શ્રદ્ધાબહેનના ગળામાંથી રૂ.30 હજારની કિંમતનો સોનાનો દોરો તોડી નાસી ગયા હતા. આ બાબતે શ્રદ્ધાબહેને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ વિશે પીએસઆઈ એ.ડી. ભટ્ટે જણાવ્યું હતું કે, જે જગ્યાએ બનાવ બન્યો હતો તેની આસપાસના રોડના સીસીટીવી તપાસ કરવાનું શરૂ કર્યું છે.