વિસનગરમાં ગ્રાહક મુદ્દે બોલાચાલી કરી દુકાનદારના ભાઈને માર મારતા દુકાનદારે ઠપકો આપવા જતાં તેને પણ માર મારવામાં આવતા ત્રણ સામે ફરિયાદ નોંધાવાઈ

copy image

વિસનગર શહેરમાં મેઈન બજારમાં ગ્રાહક મુદ્દે બોલાચાલી કરી દુકાનદારના ભાઈને લાકડી વડે બીજા દુકાનદારે માર માર્યો હતો. જે અંગે દુકાનદાર ઠપકો આપવા જતાં એને પણ લાકડી વડે માર મારતાં દુકાનદારે ત્રણ શખ્સો વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

વિસનગર શહેરના સાત ચકલી ગુરુના ખાંચામાં રહેતા રાશિદ આરીફભાઈ વહોરાની મેઈન બજારમાં ઈંડાની દુકાન આવેલી છે. જેમાં રાશિદ ભાઈ એમની દુકાને ગયા ત્યારે તેમના ભાઈ ઉસમાન ભાઈ હાજર હતા તેમણે કહ્યું કે આપણા સામેની દુકાન એ.વન દુકાન વાળા અકીલ સિદ્દીકભાઈ મેમણે મારી સાથે ગ્રાહક મુદ્દે બોલાચાલી કરી મને લાકડીથી માર માર્યો. જેથી રાશિદભાઈ એમના ભાઈ સાથે સામે વાળાને ઠપકો આપવા જતાં અકીલે એકદમ ઉશ્કેરાઇને અપશબ્દો બોલી લાકડીઠી રાશિદભાઈને માર માર્યો હતો. એમનું ઉપરાણું લઈ અકીલના પિતા સિદ્દીકભાઈ તથા તેના ભાઈ સોયેબે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ઠપકો આપવા જતાં અકિલ સિદ્દીકીએ લાકડી વડે માર મારી તથા તેના પિતા અને ભાઈએ ઉપરાણું લઈ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારતાં ત્રણ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. જેમાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.