કડીમાં 10 દિવસ પહેલા લાવવામાં આવેલું, ઘર આગળ પાર્ક કરેલુ નવું પલ્સર બાઈક ચોરાયું

copy image

કડી શહેર હજુ થોડા જ દિવસ પૂર્વે જ પલ્સર બાઈક લીધુ હતું અને બાઇક ઘરની આગળ પાર્ક કર્યું હતું. ચોર ચોરી કરી ખુલ્લી ચેલેંજ પોલીસનેઆપતા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. આવા વધુ પડતાં બનાવને લીધે પોલીસ વ્યવસ્થા હોવા છતાં પણ લોકો અસલામતી અનુભવી રહ્યા છે.

કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલા ગુરુદેવ નગર સોસાયટીમાં રહેતાં જયેશ પ્રજાપતિ કે જેઓ કેટરર્સનો ધંધો વ્યાપાર કરીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. જયેશ પ્રજાપતિ બજાજ કંપનીનું નવું જ પલ્સર બાઈક લાવ્યાં હતા અને રાત્રિ દરમ્યાન પોતાના ધંધા માટે જઈને ઘરની આગળ બાઇક પાર્ક કર્યુ હતું. જેનો આરટીઓ નંબર હજુ તો આવ્યો નથી અને સવારે જયેશભાઇ જાગીને પોતાનું કામકાજ પતાવીને બહારગામ જવાનું હોવાથી તેઓ ઘરની બહાર આવીને જોતા પોતાનું નવું બાઈક દેખાયું હતું નહિ. તેઓએ સોસાયટીમાં તથા આસપાસ તપાસ કરતાં પોતાનું પલ્સર બાઈક ન મળતા કડી પોલીસ સ્ટેશન મધ્યે દોડી આવ્યાં હતાં અને પોતાનું બાઈક ચોરાયા હોવાની ફરિયાદ પોલીસે દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

કડી શહેરમાં કરણનગર રોડ ઉપર નવું બાઈક ચોરાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને પોલીસના નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરવા લોક માંગ ઊઠી હતી. જ્યારે સબ સલામતના બણગા ફુકતી પોલીસ ચોર સામે લાચાર જોવા મળી રહી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. જ્યારે દિવાળીના તહેવારો આવતાં હોવાથી અને કડીમાં ઉપરા ઉપરી તસ્કરીના બનાવો બનતા જોવા મળી રહ્યા છે ત્યારે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.