દિવાળી ટાણે જ નાના ભાઈએ મિલકતની અદાવતમાં મોટાભાઈને છરીના 13 ઘા ઝીક્યા, ભાભીને પણ છરી વડે ઇજા પહોચાડી 

chhari

copy image

   અમદાવાદમાં દિવાળીના તહેવારના સમયે જ ચકચારી બનાવ આવ્યો સામે. શહેરના  નવરંગપુરા વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો. કાલુપુરમાં પ્લાસ્ટિકનો વેપાર કરતાં બે ભાઈઓ વચ્ચે રૂપિયાની અદાવત એટલી હદે વધી ગઈ કે દિવાળીમાં એકબીજાને પ્રેમથી મળવાની બદલે નાનોભાઈ સુનિલ એમના મોટાભાઈ નરેશ હેમવાણી સાથે ઝઘડો કરવા પહોંચી ગયો હતો. તેને ઉશ્કેરાઇને મોટાભાઈને ઘરમાંથી બહાર ખેંચીને છરીના ઘા ઝીંકયા હતાં. અને તેની ભાભી દીશાને પણ છરી મારી દીધી હતી. આ બનાવમાં મોટાભાઈને ચાકુના ઉપરા ઉપર 13 ઘા મારતા મોત નિપજયુ હતું. અને ભાભીને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતાં. નાના ભાઈએ પોતે પણ પોતાના શરીર પર છરીના ઘા મારતા તે પણ સારવાર હેઠળ છે. પોલીસે આ ઘટના અંગે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.