ભુજમાં પાણી ટેન્કર વિતરણ મુદ્દે વિપક્ષ દ્વારા લાંચ વિરોધી બ્યુરોમાં ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ

નગરપાલિકાના અધિકારી, પદ અધિકારીઓ તથા નગરસેવકો દ્વારા ઠરાવથી વિરુદ્ધ જઈ પાણીના ટેન્કર વિતરણમાં કરાયેલી લાખો રૂપિયાની ઉચાપતના આક્ષેપ સાથે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા લાંચ  વિરોધી બ્યુરોમાં ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી.

જેમાં જણાવાયા પ્રમાણે નગરપાલિકા દ્વારા ઠરાવ કરી અને શહેરમાં ટેન્કર મારફતે પાણી વિતરણના રૂપિયા 200 ચાર્જ  નક્કી કરાયું હતું. આ ઠરાવમાં સ્પષ્ટ જણાવેલ છે કે તમામ લોકો સદસ્ય સહિત મફત ટેન્કર મેળવી શકશે નહીં. જેનો ઉલ્લંઘન કરાયું હોવાનું જણાવી તમામ જવાબદારો સામે ફરિયાદ નોંધવા કિશોરદાન ગઢવી, કાસમ સમા, અમિષ મહેતા, મહેબૂબ પંખેરીયા, હાસમ સમા, ધીરજ ગરવા, સહેજાદ સમા વિપક્ષએ રજૂઆત કરી હતી