ભુજના એપાર્ટમેન્ટના રૂમમાંથી ભેદી સંજોગોમાં 42 વર્ષના યુવાનનું મૃતદેહ મળી આવતા ચકચાર


ભુજ શહેરના એપાર્ટમેન્ટના રૂમમાંથી ગઈકાલે 42 વર્ષના ધર્મરામ ભીખારામ મેઘવાળ ભેદી સંજોગો વચ્ચે મૃત મળી આવ્યો હતો.
ભુજના હોસ્પિટલ રોડમાં નાગરિક સોસાયટીના રિષીકેશ એપાર્ટમેન્ટના રૂમ નંબર 105 માં રહેતા ધર્મોરામ ભીખારામ મેઘવાળ ગઈકાલે સાંજે બેભાન હાલતમાં મળી આવતા ધર્મોરામના માસીઆઈ ભાઈ સગનારામ તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.
આ અંગે બી ડિવિઝન પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરણ પાછળના કારણ શોધવા તજવીજ હાથ ધરી છે