આવતીકાલે PM મોદી મોરબીમાં થયેલ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે. અને પીડિતોના પરિવારજનોને પણ મળવા જશે.
મોરબી માટે રવિવારનો દિવસ સહેલાણીઓ માટે ગોઝારો બની ગયો હતો. ઝૂલતો પુલ તૂટતાં 500 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 50થી વધુ બાળકો સહિત આંકડાકિય માહિતી પ્રમાણે 134 મૃતદેહ બહાર કઢાયા છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ, મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કન્ટ્રોલરૂમ અને હેલ્પલાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે. આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં 50થી વધુ બાળકો સહિત સરકારી આંકડા પ્રમાણે 134 મૃતદેહ બહાર કઢાયા છે. હજુ અનેકે લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે. પીએમ મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી આવતી કાલે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી આવતી કાલે 1 તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે. પીએમ મોદીના રાજકીય કાર્યક્રમો (ચૂંટણીલક્ષી કાર્યક્રમો) રદ્દ કરાયા છે જો કે વિકાસલક્ષી અને લોકાર્પણના કાર્યક્રમો યથાવત રહેશે. તેઓ મોરબીમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે. પીડિતોના પરિજનોને પણ પીએમ મોદી મળશે. મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોની અટકાયત થઈ છે. બ્રિજના પ્રબંધક, મેઇન્ટનેન્સ સંભાળનારા લોકોની અટકાયત થઇ છે. જિલ્લા પોલીસની ટીમની સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. બ્રિજ 35 વર્ષ માટે ભાડાથી લિઝ પર અપાયો હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લખનીય છે કે રવિવારે મોરબીમાં 400થી વધારે લોકો ઝૂલતા પુલ પરથી નદીમાં પટકાયા. 7 મહિના પુલનું કામ ચાલ્યું હતું અને 5 દિવસમાં જ પુલ તૂટી ગયો. 60 ફૂટ ઉંચો પૂલ 2 કરોડના ખર્ચે બનાવાયો હતો. ઓરેવા ટ્રસ્ટે આ ઝૂલતા પૂલનું સમારાકમ કર્યું હતું. 15 વર્ષની ગેરંટી પણ આપવામાં આવી હતી. પણ પૂલ તો 5 દિવસમાં જ તૂટી પડ્યો છે તો આ ગોજારી ઘટના હંમેશા લોકોને યાદ રહેશે.
