માધાપરમાં કુહાડી તથા લાકડી વડે થયેલા હુમલામાં એડ વૃદ્ધને ઇજા

ભુજ તાલુકાના માધાપર ગામ પાસે ભવાની હોટલ પછવાડે આવેલા શ્રી હરિપાર્ક સોસાયટી ખાતે કુહાડી તથા લાકડી વડે થયેલા હુમલામાં 49 વર્ષની વયના દિલીપસિંહ રયાધણજી જેઠવાને માથામાં ગંભીર ઇજાઓ પહોચી હતી. ગત રાત્રે બનેલા આ બનાવમાં મારા ઘરમાંથી તમે રૂપિયા લઇ ગયેલા છો તેવું કહેવા ઉપરથી અજાણ્યા આરોપીએ ઘરે આવીને આ હુમલો કર્યો હતો. ભોગ બનનારને અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું પોલીસે વિગતો આપતાં જણાવ્યુ હતું.