મુંદરા તાલુકાના ધ્રબ ખાતે ટ્રેઇલરની હડફેટે આવતાં મુન્દ્રાનો બાઇક ચાલકને ઇજા

0
bike-39131__340

મુંદરા તાલુકાના ધ્રબ ગામે ટ્રેઇલરની હડફેટે આવી જવાથી મુંદરાના બાઇકના ચાલક યુવાન કિશન મહેશભાઇ ઝાલા(ઉ.વ.20)ને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોચી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરાત્રે આ અકસ્માત થયો હતો. ડાબા પગમાં ફેકચર સહિતની ઇજા પામેલા કિશને ટ્રેઇલરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મુંદરા પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *