સિદ્ધપુરમાં ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં 20થી વધુ લોકોને ઈજા

copy image

સિદ્ધપુર હાઇવે ઉપર વાપીથી રાજસ્થાનના બલોત્રા તરફ જઈ રહેલ એક ખાનગી લક્ઝરી બસ માં 40 જેટલા મુસાફરો સવાર હતા. ત્યારે વહેલી સવાર કોઈ કારણોસર ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ડેટા લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. સવારે ચાર વાગ્યાના સમયગાળામાં આ ઘટના બની હતી જેમાં 20 થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી. તે પૈકી ચાર લોકોને વધુ ગંભીરી જાઓ થતાં પાટણ ધારપુર મધ્યે સારવાર અર્થે રિફર કરાયા હતા. અન્ય તમામ ઇજાગસ્તોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ મધ્યે 108 મારફતે સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાના પગલે સિદ્ધપુરના તાવડીયા ચાર રસ્તા પાસે વાહનોની અવરજવર થોડા સમય માટે ખોરવાતા ટ્રાફિક થયો હતો. પોલીસ સ્થળ પર પહોંચતા વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.