કાલોલના મધાસર નજીક આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે ઇજાગ્રસ્ત

કાલોલના મધાસર નજીક આઇસર ગાડી અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક પર સવાર બેને ગંભીર ઇજાઓ પહોચી હતી. કાલોલ પોલીસ મથકમાં આઇસર ગાડીના ચાલક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવાઈ હતી. મળતી માહિતી મુજબ, સાવલીના નેવલી ગામના ગોહીલ ગણપતસિંહ નરવતસિંહ તેમની બાઇકની પાછળ સુરેશભાઇ ચૌહાણને બેસાડીને કાલોલના મધાસર ગામ પાસેના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આઇસર ગાડીનો અજાણ્યો ચાલક પોતાના કબજાની આઇસર ગાડી પુરપાટે અને બેદરકારીથી હકારીને બાઇકને અથડાવીને દેતાં બાઇક સવાર ગણપતસિંહ તથા સુરેશભાઇ રોડ પર પડકાતાં બંનેને ઇજાઓ પહોચાડી આઇસર ગાડીનો ચાલક ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.