ભાજપના પ્રથમ 50 સંભવિત ઉમેદવારોની પ્રથમ યાદી, તમારા વિસ્તારમાંથી જાણો કોને મળશે ટિકિટ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રથમ યાદીના 50 સંભવિત ઉમેદવારોના નામ મળ્યા છે. વર્ષ 2022 ની ચૂંટણી માટે ભાજપના આ નેતાઓને ટિકિટ કન્ફર્મ મનાઇ રહી છે. 10 નવેમ્બરે ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરવાના છે. જો કે તે પહેલા જ ભાજપના 50 ઉમેદવારના નામ છે. જેમની ઉમેદવારી નિશ્ચિત માનવામાં આવી રહી છે. 50 ઉમેદવારોના નામની આ પ્રથમ યાદી 10 નવેમ્બરની રાત સુધીમાં જાહેર થવાની શક્યતા છે. જાણો આ 50 ઉમેદવાર કોણ છે.
50 સંભવિત ઉમેદવારોના નામ

ભુપેન્દ્ર પટેલ, મુખ્યપ્રધાન
હર્ષ સંઘવી, ગૃહ રાજ્યપ્રધાન
ઋષિકેશ પટેલ, આરોગ્યપ્રધાન
કનુભાઈ દેસાઈ, નાણાંપ્રધાન
અર્જુનસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસપ્રધાન
કિરીટસિંહ રાણા, વનપ્રધાન
જીતુ વાઘણી, શિક્ષણપ્રધાન
જગદીશ પંચાલ, ઉધોગ રાજ્યમંત્રી
દેવા માલમ, મંત્રી
કુબેર ડીંડોર, મંત્રી
જીતુ ચૌધરી, મંત્રી
કીર્તિસિંહ વાઘેલા, મંત્રી
મુકેશ પટેલ, મંત્રી
આર સી મકવાણા, મંત્રી
મનીષા વકીલ, મંત્રી
નીમિષા સુથાર, મંત્રી
નરેશ પટેલ
અલ્પેશ ઠાકોર
હાર્દિક પટેલ
શંકર ચૌધરી
સંગીતા પાટીલ
ગણપત સિહ વસાવા
ઈશ્વર પટેલ
બળવંત સિંહ રાજપૂત
જેઠા ભરવાડ
દિલીપ ઠાકોર
કુંવરજી બાવળીયા
જયેશ રાદડિયા
જવાહર ચાવડા
હર્ષદ રિબડીયા
ગીતાબા જાડેજા
રજની પટેલ
કેતન ઇનમદાર
મધુ શ્રીવાસ્તવ
હીરા સોલંકી
પરસોત્તમ સોલંકી
બાબુ બોખીરિયા
પબુ ભા માણેક
જશા બારડ
શશીકાંત પડ્યા
બાબુભાઈ જમના પટેલ
અશ્વિન કોટવાલ
અમિત ચૌધરી
રમણલાલ વોરા
હિતુ કનોડિયા
પ્રફુલ પાનસુરિયા
ભરત બોધરા
પ્રદીપ સિંહ જાડેજા
ભુપેન્દ્ર સિંહ ચુડાસમા
આર સી ફળદુ
પ્રથમ 50 નિશ્ચિત મનાતા નામોમાં કેટલાક ઉમેદવારોના નામ રિપીટ કરાયા છે. તો કેટલાક દિગ્ગજ નેતાઓના નામ છે. CM ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી,આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, ગ્રામ વિકાસપ્રધાન અર્જુનસિંહ ચૌહાણ, વનપ્રધાન કિરીટસિંહ રાણા, શિક્ષણપ્રધાન જીતુ વાઘણી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલને રિપીટ કરી શકાય છે. તો દેવા માલમ, કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા, આર. સી. મકવાણા, મનીષા વકીલ, નીમિષા સુથાર સહિતના મંત્રીઓને પણ રિપીટ કરવામાં આવશે.

કોંગ્રેસમાંથી આવેલા વધુ એક ધારાસભ્ય અશ્વિન કોટવાલ કે જે આદિવાસી ચહેરો છે તેમને રિપીટ કરવામાં આવી શકે છે. અમિત ચૌધરી માણસાથી, રમણલાલ વોરાને ઇડરથી ટિકિટ આપવામાં આવી શકે તેમ છે. હિતુ કનોડિયા બેઠક બદલાઇ શકે છે. પ્રફુલ પાનસુરિયા સુરતની કોઇ બેઠક પર મેદાનમાં ઉતારી શકાય છે. તો ભૂતકાળની રુપાણી સરકારના ત્રણ નામ રિપીટ કરાશે. સિનિયર નેતાઓ પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, આર. સી. ફળદુને રિપીટ કરવાની શક્યતા છે.