શક્તિસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે,’ભરોસાની ભેંસ પાડો જણે છે,ગુજરાતને ભાજપે નથી બનાવ્યું. અત્યાર સુધી ભાજપ અને તેમની વાતો ઉપર લોકોએ ખૂબ ભરોસો કર્યો છે.

રાજકોટમાં આજે રાજ્યસભાનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે,’ભરોસાની ભેંસ પાડો જણે છે,ગુજરાતને ભાજપે નથી બનાવ્યું. અત્યાર સુધી ભાજપ અને તેમની વાતો ઉપર લોકોએ ખૂબ ભરોસો કર્યો છે. પરંતુ અમિત શાહે પણ કહ્યું કે, ચૂંટણી વખતે કહેવાતી વાતો ઝૂમલા કહેવાય, જેને લઈને લોકોમાં રોષ છે. લોકોએ મુકેલા ભરોસાને ભાજપે તોડ્યો હોવાથી કોંગ્રેસની સરકાર બનશે. રાજકોટ ખાતેની સભામાં ‘ભરોસાની સરકાર અંગે કટાક્ષ કરતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે, આ ભરોસાની ભેંસ તો પાડો જણે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આણંદના આંકલાવ ખાતે રેલીને સંબોધિત કરવા વડોદરા એરપોર્ટ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત આજે આવી પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતમાં તેમણે EWS અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ ગુજરાતનો વિકાસ કર્યો છે. કોરોના, લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટનાએ ભાજપની પોલ ખોલી છે. ગુજરાતમાં કોંગ્રેસની રેલીઓ ઘણી સારી રહી. આમ આદમી પાર્ટીએ જે રીતે જુઠ્ઠાણાનો સહારો લઇ પ્રચાર કર્યો તેમની હવે હવા નિકળી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણને લઇને સ્થિતિ ગંભીર છે અને સરકાર સામે લોકોમાં આક્રોશ છે. ગુજરાતમાં મોદી અને અમિત શાહ દ્વારા જે શાસન ચાલ્યું તેની મોરબીની ઘટનાએ પોલ ખોલી નાખી છે. મને દુઃખ છે કે, મોરબીની ઘટના ઘટ્યા છતાં કોઈ તપાસ નથી થઇ. હવે હાઇકોર્ટમાં આ અંગે સુઓમોટો દાખલ થઇ છે. મારી કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી છે કે હજુ સમય છે કે, હાઇકોર્ટના જજ કે નિવૃત્ત જ્જના વડપણ હેઠળ કમિટી બનાવી તપાસ કરવી જોઇએ અને લોકોને ન્યાય મળવો જોઇએ. તેમણે કહ્યું કે, ગુજરાતને ગુજરાતીઓએ સદીઓથી બનાવ્યું છે. ભાજપના છેલ્લા 27 વર્ષના શાસનની પોલ મોરબી દુર્ઘટના, કોરોનાકાળ અને લઠ્ઠાકાંડે ખોલી નાખી છે.