વરસામેડી સીમમાં બંધ મકાનમાંથી દોઢ લાખની ચોરી

અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી ગુરુ ગોવિંદસિંધ કોલોનીમાં એક બંધ મકાનને નિશાન બનાવી શખ્સો  તેમાંથી સોના,ચાંદીના દાગીના અને રોકડ રકમ એમ કુલ્લ રૂ. 1,43,000 ની મતાની ચોરી કરીને નાસી ગયા હતા, ત્યારે આ વિસ્તારના લાકડાના એક બેન્સામાંથી રૂ. 18,000 ના લાકડા ચોરી થયા હતા. વરસામેડીની ગુરુ ગોવિંદસિંધ કોલોનીના મકાન નંબર 13માં રહેતા અને વેલસ્પન કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં વિરેન્દ્રકુમાર લખવિન્દર રાયના બંધ મકાનને શખ્સોએ નિશાન બનાવ્યું હતું. ફરિયાદી એવો આ યુવાન તથા તેમનો પરિવાર 19.10ના રાત્રે 10 વાગ્યે સોમનાથ, દ્રારકા વગેરે જગ્યાએ ફરવા ગયા હતા. તેઓ તા.23-10ના સવારના અરસામાં પાછા આવતા પોતાના ઘરમાં સમાન વેરવિખેર અને ચોરી થયાનું સામે આવ્યું હતું.  પોલીસે જણાવ્યુ હતું કે, આ બંધ મકાનના તાળા તોડી ઇસમોએ કબાટની તિજોરીમાંથી સોનાની ચેઇન, સોનાનું મંગલસૂત્ર, સોનાનું પેન્ડલ, સોનાની કડી,સોનાના ઝુમખા, સોનાની સેર,સોનાની બુટી, સોનાની વીંટી, ચાંદીના ઝાંઝરા અને રોકડ રૂ. 15,000  એમ કુલ રૂ. 1,43,000ની મતા ઉસેડીને નાસી છૂટયા હતા. 9 દિવસ અગાઉ થયેલી ચોરીનો આ કિસ્સો પોલીસ ચોપડે ચડતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. આ જ કોલોની પાસે આવેલી બાગેશ્રી ટાઉનશિપમાં પાંચમાં નોરતા દરમિયાન ઘરફોડ ચોરીની ઘટના મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીની અનેક સોસાયટીઓમાં થયેલી ચોરીના બનાવો પણ  શોધાયેલા છે અને લગભગ દરરોજ એક સોસાયટીમાં નાની-મોટી ચોરીના બનાવોની ઘટના બનતી જ હોય છે. તેમ છતાં મહેનત કરનાર પોલીસના હાથમાં ઇસમો નથી આવતા તેવું લોકો પૂછી રહ્યા છે. વધુ એક ચોરીની ઘટનાથી ભારે ધમધમી પ્રસરી હતી. બીજી બાજુ વરસામેડીની સીમમાં આવેલા કમલ બેન્સાના ખુલ્લા વાડામાંથી ચોરીનો કિસ્સો  બન્યો હતો. રજાક માંજોઠી નામનો શખ્સ આ વાડામાં છકડો લઈ આવ્યો હતો. તથા વાડામાંથી રૂ. 18,000ના લાકડા પોતાના છકડામાં ભરીને લઈ ગયો હતો. તેના વિરુદ્ધ મનોજ યોગેશ ચાવડાએ પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી હતી.

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *