દેવપર ચોકડી નજીક ટ્રક હડફેટે આવી જવાથી બાઈકચાલક યુવાનનું મોત

નખત્રાણા તાલુકામાં દેવપર ગામની ચોકડી પાસેના રોડ ઉપર ટ્રકની હડફેટે આવી જવાથી બાઇકના ચાલક એવા લક્ષ્મીપર(તરા ) ગામના શબ્બીર અકબર ગધરા(ય.વ.22)નો મૃત્યુ થયો હતો. પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરાત્રે જી.જે.12.-બી.કે.-3351 નંબરની બાઇક સામેથી આવી રહેલી જી.જે.12-એ.વાય.-1023 નંબરની બાઇક ટ્રકની હડફેટેમાં આવી જતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈકના ચાલક શબ્બીર ગધરાને અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ પહોચી હતી અને તે ઘટના સ્થળ ઉપર જ મોત થયો હતો. નખત્રાણા પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *