જામનગરમાં ત્રણ મહિલા સહિત નવ આરોપીને જુગારનો ખેલ ખેલતા ઝડપી પાડ્યા હતા
જામનગર શહેરના શંકર ટેકરી સુભાષપરા શેરીનં :૨ માં રહેતા નિતાબેન ભીખાભાઈ કોળી નામના મહિલા પોતાના ઘરમાં બહારથી સ્ત્રી-પુરુષો બોલાવીને જુગારનો અખાડો ચલાવતી હોવાની જાણકારી પરથી એલસીબીએ રેઇડ પાડીને ત્રણ મહિલા સહિત નવ આરોપીને જુગારનો ખેલ ખેલતા ઝડપી પાડયા હતા. એલસીબીના પીએસઆઇ આર.બી. ગોજિયાએ સ્ટાફના ખીભાઈ ભોચિયા, ફિરોજભાઈ, લાભૂભાઇ, કમલેશભાઈ, જયુભા, બશીરભાઈ, વશરામભાઈ સહિતના સ્ટાફે રેઇડ પાડી હતી. જુગારનો ખેલ ખેલતા નિતાબેન કોળી, બાનુબેન અલીભાઇ બ્લોચ, મંજુબેન મનસુખભાઇ પંચાસરા,રમેશ ધીરુભાઈ સીતાપરા, રામ વસ્તાભાઈ મકવાણા, કલ્પેશ રમેશભાઈ માલાણી, યાકુબ ગુલમામદ બાબવાણી, પરેશ વિનુભાઇ રાઠોડ અને બળવંત પરસોતમભાઈ ભટ્ટને પોલીસે અટક કરી હતી. તેના કબ્જામાથી રોકડ રૂ. ૨૨૫૦૦/-તથા ગંજીપતાના પાના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
