આજે વિધાનસભામાં ઉમેદવારીફોર્મ ભરવા માટે અંતિમ દિવસ
વિધાનસભાના ચૂંટણીમાં આજે તા.14-11, સોમવારના ઉમેદવારી ફોર્મ ભરવા માટેની આખરી તારીખ હોવાટી ઉમેદવારોનો રાફડો ફાટશે. તા.15-11ના ફોર્મની ચકાસણી અને તા.17-11ના દાવેદારી પાછી ખેંચવાની સાથે ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો મેદાને છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.તા.5-11થી કચ્છની 6 વિધાનસભા બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરાઇ હતી, જેના પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન જિલ્લાની 6 બેઠકો પર એકપણ ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી નહિ. ફોર્મ ભરવાના ચોથા દિવસથી ઉમેદવારોના દર્શન થયા. અબડાસા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને રાપર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે હજુપણ ઉમેદવારી નથી નોંધાવી.
હવે તા.14-11, સોમવારના નામાકનપત્રો ભરવા માટેની અંતિમ તારીખ છે, જેથી બાકી રહેલા ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે જ અને અંતિમ દિવસ હોવાટી મુખ્ય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોનો પણ રાફડો ફાટશે.તા.15-11, મંગળવારના ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે અને તા.17-11, ગુરૂવારના ઉમેદવારો નામાંકનપત્રો પાછા ખેંચી શકશે અને આ સાથે ગુરૂવારે બપોરે 3 વાગ્યે વિધાનસભાની 6 બેઠકો પૈકી કઇ બેઠક પર કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે અને ઉમેદવારો તેમજ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઑ પ્રચારને વેગવાન બનાવશે.