શિવલખા નજીક હાઇવે કિનારે મેવાસાના યુવકે ઝાડમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

copy image

રાપર તાલુકાના જુના મેવાસાના વતની 39 વર્ષીય પરિણિત યુવકની શિવલખા નજીક હાઇવે પાસે ઉભેલી કાર પાસે જ ઝાડમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી અનુસાર, રાપર તાલુકા ના જુના મેવાસાના આશરે 39 વર્ષીય કાનજી નાનજી સાંઢા (પટેલ )ની હાઇવેના કિનારે ઉભેલી કારથી થોડે દૂર ઝાડમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ગાગોદર પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી જોકે મોડે સુધી આ બનાવ અંગે પોલીસ ચોપડો કોરો રહ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના મહામારીના લીધે મુંબઈ થી બે ત્રણ વર્ષથી તેના ગામ જુના મેવાસા ગામમાં આવી રહેતો હતો અને સામખિયારી ગામમાં કપડાં ની દુકાન ચલાવતો હતો. આજે શિવલખા ઢાળ નજીક ટૂંપો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા ગાગોદર પીએસઆઇ ડી.આર.ગઢવીએ તપાસ હાથ ધરી છે.