રાપર પો.સ્ટે.વિસ્તાર માંથી ગેરકાયદેસર બંદુક પકડી પાડતી રાપર પોલીસ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હૈઠળ પુર્વ કચ્છ જિલ્લામાં ગેર કાયદેસર હથિયાર રાખતા ઇસમો ને પકડવા સુચના કરેલ હોઇ જે અન્વયે રાપર પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ વશરામભાઈ દેવરામભાઈ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે ત્રંબો ગામની સરાણવાંઢ ગામની આથમણી બાજુ આવેલ સીમ વિસ્તારમાં રહેતા દિનેશ પોપટ કોલી ઉ.વ.૩ર રહે.સરાણવાંઢ જુના ત્રંબો તા.રાપર વાળાના કબ્જામાંથી હાથ બનાવટની સીંગલ નાળ વાળી દેશી બંદુક મળી આવતા તેના વિરુધ્ધ આર્મસ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.