મુન્દ્રા વિધાનસભાની ચૂંટણીમાં ભડકો થવાની સંભાવના માંડવી મુન્દ્રા શીટ ઉપર ગજેન્દ્રસિંહ જાડેજા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની કરી રહ્યા છે તૈયારી.

મુન્દ્રા વિધાનસભાની ચૂંટણીમાં ભડકો થવાની સંભાવના માંડવી મુન્દ્રા શીટ ઉપર ગજેન્દ્રસિંહ જાડેજા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની કરી રહ્યા છે તૈયારી. મુદ્રા ક્ષત્રિય સમાજવાડી ખાતે ગજુભા જાડેજા એ પોતાના સમર્થકો સાથે મીટીંગ યોજી હતી કોંગ્રેસમાં વર્ષોથી સક્ષમ કાર્યકર્તા તરીકે ગજુભા મહેનત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અસંતોષ થતા તેમને પોતાના સમર્થકો સાથે મુદ્રા ક્ષત્રિય સમાજવાડી ખાતે મીટીંગ યોજી હતી અને એમના સમર્થકો ના મંતવ્યો લીધા હતા કે કોંગ્રેસ પાર્ટી આપણા કામની કદર કરી નથી તો હવે આપણે અપક્ષ માં ફોર્મ ભરીએ કે બીજી પાર્ટી સાથે જોડાઈયે તે વિશે તેમના સમર્થકોના મંતવ્યો લીધા હતા ઘણા કાર્યકર્તાઓ પક્ષમાં ફોર્મ ભરી ચૂંટણી લડવાના મંતવ્યો આપ્યા હતા અને ગજુભા ને જીતાડવા મહેનત કરવાની ખાતરી પણ આપી હતી ત્યારે એક ક્ષત્રિય સમાજના યુવકે કહ્યું કે આપણે પક્ષ નથી જોવો આપણે આપણો ક્ષત્રિય ભાઈ ઉભો છે તો મારા મંતવ્ય મુજબ આપણે આપણા ભાઈને મત આપી વિજય બનાવીએ આ મિટિંગમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા કોંગ્રેસના વિરોધ પક્ષના ઉપનેતા કાનજીભાઈ સોધરા એ પણ કોંગ્રેસ પાર્ટી થી અસંતુષ્ટ થઈ ને ગજુભાના સમર્થનમાં ઊભા રહ્યા હતા ગજુભા એ જણાવ્યું હતું કે અમે છ સાત માણસોની એક સમિતિ બનાવશુ અને સમિતિમાં ચર્ચા કરી અને સમિતિજ નિર્ણય કરશે કે અપક્ષ માં ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવી કે નહીં આ મિટિંગમાં દરેક સમાજના યુવાનો હાજર રહ્યા હતા અને ક્ષત્રિય સમાજવાડી હોલ ખીચો ખીચ ભરાઈ ગયો હતો