પાટણ-ઉંઝા હાઈવે પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો:એકનું મૃત્યુ, એક ઘાયલ
પાટણ શહેરમાં હાઇવે માર્ગ ઉપર રાત્રે 10 કલાકની આસપાસ પાટણ ઉઝા રોડ પર ખોડાભા હોલ પાસે ડુગરીપુરા તરફ જવાના વળાંક નજીક લોખંડની જાડી પાઇપો ભરીને જઈ રહેલ ટ્રેક્ટર સાથે બાઈક ચાલક સવાર બે શખ્સોનો અકસ્માત સર્જાયો હતો. એકનું મૃત્યુ થયું હતું, જ્યારે એકને ઇજાઓ થઈ હતી.અકસ્માત નાં કારણે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને ઈજાગ્રસ્તને 108 દ્વારા સારવાર માટે ખસેડાયો હતો. આ અકસ્માત ક્યાં કારણોસર થયો હતો તે જાણી શકાયું નથી.