મહેસાણા તથા વિસનગરની બાઇક ચોરીમાં એલસીબીએ છોગાળાના ઇસમને ઝડપી પાડ્યો
copy image
મહેસાણાના સોમનાથ રોડ પરથી એલસીબીની ટીમે ચોરીના એક્ટિવા સાથે વિસનગરના છોગાળા ગામના યુવકને પકડી લીધો હતો. તપાસ દરમિયાન પોતાના મિત્ર સાથે મળીને વિસનગર અને મહેસાણામાંથી બે ટુ-વ્હીલર વાહનોની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.
એલસીબીના ઇન્ચાર્જ જે.પી. રાવ દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ખાનગી બાતમીને આધારે મહેસાણાની સોમનાથ ચોકડી રોડ પરથી વિસનગર તાલુકાના છોગાળા ગામના ચૌધરી ફુલજીભાઈ ઈશ્વરભાઈ રેવાભાઇ નામના યુવાનને એક્ટિવા સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેના મિત્ર વિષ્ણુભાઈ મગનભાઈ દેવીપુજક (રહે. ડોસાભાઈ બાગ નજીક, વિસનગર) સાથે મળી ચાર દિવસ અગાઉ જ વિસનગરના માયાબજારથી એક્ટિવાની તથા મહેસાણા તોરણવાળી માતાના ચોકમાંથી ત્રણ દિવસ અગાઉ બાઇકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.