કચ્છની કુલ ૬ બેઠકો ઉપર ૫૫ ઉમેદવારો જંગ લડશે, 17 ફોર્મ પરત ખેંચાયા

ગુજરાત વિાધાનસભાની પ્રથમ તબકકાની આગામી તા. ૧ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં નામાંકન પત્રો પાછા ખેંચવાની મુદ્દત બપોરના ૩ વાગ્યે પૂરી થતા જ કચ્છની વિાધાનસભાની છ બેઠકોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. આ ૬ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ૫૫ ઉમેદવારો વચ્ચે કસોકસનો ચૂંટણી જંગ હવે લડાશે.

આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ રાજકીય ગરમાવો આવવાની સાથે ઉમેદવારોનો પ્રચાર પણ કરંટ આવ્યો છે. કચ્છની છ બેઠકો ઉપર ડમી સહિતના ૯૩ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા. મંગળવારે ફોર્મ ચકાસણીના રોજ ૨૧ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા ૭૨ ઉમેદવારો લીસ્ટમાં બાકી રહ્યા હતા જયારે આજે ૧૭ ઉમેદવારોના નામાંકન પત્રો પરત ખેંચાતા હવે આ કચ્છની ૬ બેઠક ઉ૫ર ૫૫ ઉમેદવારો બાકી છે. ૧૭ ફોર્મ પરત ખંચાતા હવે રાપર બેઠક પર ૧૧ ઉમેદવારો, ભુજમાં ૧૦, અંજારમાં ૭, ગાંધીધામ- ૯, અબડાસા ૧૦ અને માંડવી બેઠક પર ૮ ઉમેદવારો બાકી રહ્યા છે.

કચ્છની ૬ બેઠકો પર હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આરપારનો ચૂંટણી જંગ ખેલાશે. વિધાનસભાની આ ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષો કોઇ કમી છોડવા માંગતા ન હોય તેમ મતદારોનો મતો અંકે કરવા માટે પૂર જોશ થી કામગીરી કરી રહ્યા છે. વિાધાનસભા વિસ્તારો વાઇઝ તેમજ પાર્ટી અને ગ્રૂપ બેઠકોનો ધમાધમાટ શરૂ થયેલ છે. તેમજ રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પણ શરૂ કર્યું છે. કચ્છની બેઠકોનું આ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની જતા જ સાંજે ઉમેદવારોના બેલેટ પેપરો પણ પ્રિન્ટીંગમાં મોકલી દેવામાં આવ્યા હતા.  વિાધાનસભાની આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાય રીતે યોજવા માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે.