પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વેયરને40 હજારની લાંચ લેતા એલસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા સર્વેયર દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરાઈ હતી.એસીબીએ છટકું ગોઠવી આરોપીને રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો છે.

ભુજ નગરપાલિકામાં ફરિયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા અરજી કરી હતી.જે કામ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત ધવલ એન્જિનિયરિંગના નિયત કરેલા સર્વેયર અશ્વિન શાંતીલાલ પટેલને સોપાયું હતું. આરોપીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળવા પાત્ર રૂપિયા 3,50,000 ની સહાય મેળવવા ફરીયાદી પાસે રૂપિયા 40 હજારની માંગ કરી હતી.આ બાબતે ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધતાં આરોપીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીએ ભુજના નવા બસસ્ટેન્ડ પાસે આરોપીને રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડી ફરિયાદીને લાંચમાં ગયેલ રકમ પાછી અપાવી હતી. એસીબી દ્વારા આરોપીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.