ખડીર નજીકથી પકડાયેલા પાકિસ્તાની ઘૂસણખોરને ભચાઉ કોર્ટે પાંચ વર્ષ કેદની સજા ફટકારી

copy image

કચ્છના રણમાંથી પકડાયેલા વધુ એક પાકિસ્તાની ઘૂસણખોરને ભચાઉની કોર્ટે કેદની સજા ફટકારી ચ્હે. મળતી માહિતી અનુસાર આરોપી સોએબ અહેમદ દિલાવરખાન યુસુફજઈ વર્ષ 2020માં સવારના અરસામાં અન્ડર કન્સ્ટ્રકશન બી.ઓ.પી ભેનશાળા પીલ્લર નં. 1024-3(એસ) વિસ્તારમાં પકડાઈ ગયો હતે. આરોપી વિઝા વગર પાકિસ્તાન બોર્ડરથી ભારતના પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી. સીમા સુરક્ષા બળના જવાનોએ આરોપીને પકડી લઈ ખડીર પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપીને કોર્ટમાં રજુ કર્યો હતે. કોર્ટે દસ્તાવેજી પુરાવા અને બંનેની દલીલો સાંભળી અધિક સેશન્સ જજ પી.ટી.પટેલે આરોપીને ઈન્ડીયન પાસપોર્ટ રૂલ્સ તથા ફોરેનર્સ એકટ અનુસારના ગુનામાં પાંચ વર્ષની સાદી કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ 6 મહીનાની કેદની સજા સંભળાવાઇ હતી. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હાજર રહી દલીલ કરી હતી.