ભચાઉના લાકડીયામાં જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

ભચાઉ તાલુકાના લાકડીયામાં જુગાર રમતા ત્રણ ઈસમને પોલીસે પકડી પાડ્યા હતાં. મળતી માહિતી અનુસાર પુર્વ બાતમીના આધારે પોલીસે ગામમાં આવેલા દાણવા ડાડાના વાસમા રેડ પાડી હતી. જાહરેમાં જુગાર રમતા આરોપીઓ ઈલીયાસ રમજાન કુંભાર, ગણપત જેઠાલાલ સુથાર અને જાનમામદ અલ્લારખાભાઈ રાઉમાને પકડી પાડી, પડમાંથી રોકડા રૂ. 10,200 કબ્જે કરાયા હતાં. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.