અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડની સાઈડમાં ઉભેલા બે વાહનોને ટક્કરે લેતા, એકનુ ઘટનાસ્થળે મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગત મોડીરાત્રે એક ત્રિપલ અકસ્માત બનવા પામ્યો છે. અમદાવાદ તરફથી પુર ઝડપે આવતા ટ્રેલરે હાઈવેની સાઈડમા ઉભેલા બે વાહનોને ઠોકરે લીધા હતા. જેમાં એક વ્યકિતનું સ્થળ પર જ કરુણ મૃત્યુ થયું છે. આ મરણજનાર વ્યક્તિ પોતાના વાહનમા પંક્ચર પડતાં જેક ચઢાવી ટાયર બદલતા હતા તે સમય દરમિયાન જ આ ટ્રેલરે ઠોકર મારી તો ત પહેલા આ ટ્રેલરે આ પંક્ચર પડેલ વાહનની પાછળ ઉભેલા એક વાહનને પણ ઠોકર મારી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.