વેરાવળમાં જુગાર રમાતા 16 ઇસમોને કુલ રૂ. 38 હજારથી વધુની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા

વેરાવળના પોષ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસની ટીમે રેડ પાડી જાહેરમાં લાઈટના અજવાળે ઘોડી પાસાનો જુગાર રમતા 16 ઇસમોને કુલ રૂ. 38 હજારથી વધુની રોકડ સાથે પકડી પાડ્યા હતાં. આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરોડા અંગે જુગારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ હતી.