વલસાડના તિથલ રોડ ઉપર આવેલા M2 મોલમાં ACના આઉટ ડોર યુનિટમાં કોઈ કારણોસર આગ લાગી

copy image

વલસાડ શહેરમાં આવેલા M2 મોલના ACના આઉટડોર યુનિટમાં કોઈ  કારણોસર બપોરે આગ લાગી ગઈ  હતી. આ બનાવની જાણ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોએ વેપારીઓને કરી હતી. સ્થાનિક લોકોએ અને દુકાનદારોએ વલસાડ ફાયર ફાઈટરની ટીમને બનાવની જાણ કરી હતી. વલસાડ નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા  હતા.વલસાડ ફાયર ફાઈટરની ટીમે વીજ કંપનીની મદદ મેળવી અને પાવર સપ્લાય બંધ કરી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યો હતો.