ભુજ માધાપર હાઈવે પાસે ભુજના રિક્ષાચાલક પર 9 લોકોએ હુમલો કર્યો
copy image
ભુજ-માધાપર હાઈવે પર દારૂના ધંધાની બાતમી આપતો હોવાના વહેમથી ભુજના રિક્ષાચાલક પર 9 લોકોએ હુમલો કર્યો. આરોપીઓએ ટોળામાં આવી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. મળતી માહિતી અનુસાર ભુજના સુરલભીટ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા ફરિયાદી રમેશ હરજી મહેશ્વરી પર બપોરના સમયમાં માધાપર હાઈવે પાસે હુમલો કરાયો હતો.
આરોપી પરેશ બાબુ મહેશ્વરી, સનીયો મહેશ્વરી, હીરો મહેશ્વરી,ધનજી મહેશ્વરી,મામદીયો,સવલો કુંભાર રહે માધાપર તથા ભુજના દિલીપ દેવા વાસટોડા સહીત અજાણ્યા બે ઇસમોએ ફરિયાદી પર દારૂના ધંધાની બાતમી આપતો હોવાનું વહેમ રાખી હુમલો કરવામાં આવ્યો હતો.આરોપીઓએ ફરિયાદીની રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. આ બનાવને પગલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.