ગાંધીધામમાં યુવતીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામના ઇફકો વસાહત પાછળ રામદેવનગરમાં રહેનારા ઉર્મિલાબેન અશોક રોશિયા (ઉ.વ. 22) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધું હતું. રામદેવનગર પ્લોટ નંબર 35માં રહેનારા ઉર્મિલાબેન નામના મહિલાએ ગઇકાલે બપોરે આ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર , બે વર્ષ પૂર્વે પરણેલા આ મહિલા પોતાના ઘરે હતા જ્યારે તેમના સાસુ અન્ય રૂમમાં હતા, તે દરમિયાન તેમણે અંદરથી દરવાજો બંધ કરી પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધું હતું. દરવાજો ન ખૂલતાં બારીમાઠી જોતાં આ મહિલા લટકતી હાલતમાં દેખાઈ આવી હતી. દરવાજો તોડીને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત ઘોષિત કર્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.