ભુજના પ્રોહીબિશનના કેસમાં અઢી વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

copy image
ભુજના પ્રોહીબીશનના કેસમાં ફરાર આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપી ઈબ્રાહીમ અબ્દુલ ચાવડા વર્ષ 2020માં શરાબ સાથે પકડાયો હતો. આ ઈસમ વરસાણા પાસે હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વોચ ગોઠવીને પકડી લીધો હતો. આરોપીને ભુજ બી. ડીવીઝન પોલીસને સોંપાયો છે.