ગાંધીધામમાં જુગાર રમતા છ શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

copy image

ગાંધીધામના ભારતનગર નજીક  રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડા વિસ્તારમાં પત્તા રમતા છ ઈસમને પોલીસે ઝડપી પાડયા હતા. આ ઇસમો પાસેથી રોકડા રૂા. 10,200 કબ્જે કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહી દરમ્યાન ભારતનગરના આનંદ અંબાવી સથવારા, હંસરાજ બિજલ સથવારા, રાજેશ મહેશ સથવારા, શૈલેષ દામજી સથવારા, બાબુલાલ ત્રિલોક મૌર્ય તથા\ મહેન્દ્રકુમાર સોમચંદ સોલંકીની અટકાયત કરાઇ હતી. આ ઇસમો પાસેથી રોકડા રૂા. 10,200 અને ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 22,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.