હળવદના રણજીતગઢ નજીક નર્મદા કેનાલમાં ત્રણ યુવાન ડૂબ્યા: શોધખોળ

ત્રણેય યુવાનોના કપડાં, પાકિટ, મોબાઈલ સહિતની વસ્તુ કેનાલ કાંઠેથી મળી: ૧૨ કલાકથી શોધખોળ:

હળવદ માળિયા હાઇવે પર આવેલ  રણજીતગઢ ગામના પાટીયા પાસે  રોટાવેટર કંપનીમાં કલર કામ કરતા ત્રણ યુવાનો સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા મોડે સુધી પરત ન  ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ત્રણેય યુવાનોના કપડા મોબાઈલ પાકીટ સહિતની વસ્તુ કેનાલ કાંઠે મળી આવતા ચિંતાનું મોજું ફરી વળીયુ હતું. આજુબાજુના લોકોએ  તાત્કાલિક  હળવદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.૧૨  કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી યુવાનોનો પતો લાગ્યો નથી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ માળિયા હાઇવે પર આવેલ રણજીતગઢ ગામના પાટીયા પાસે રોટાવેટર ફેકટરીમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણ યુવાનો રહેતા હતા.જે કલર કામ કરતા હતા. જે ઓ ગુવાર સાંજના સમયે નર્મદા કેનાલમાં ત્રણેય યુવાનો નાહવા ગયા હતા. પરંતુ મોડે સુધી પરતના ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ફેકટરી ની બાજુમાં આવેલ કેનાલના કાંઠે યુવાનના કપડા મોબાઈલ પાકીટ મળી આવતા તેમના મનમાં ચિંતા નું મોજો ફરી વળ્યું હતું. આજુબાજુના લોકોને જાણ થતા હળવદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને યુવાનોને શોધવા માટેની તજવીજ હાથ  ધરી હતી પરંતુ ૧૨ કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી યુવાનોનો પતો લાગ્યો નથી.

નર્મદા કેનાલમા ત્રણ યુવાન ડુબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.ત્રણેય યુવાનો  ફેકટરીમાં કલર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સાંજના સમયે ન્હાવા ગયાતા તે સમયે  યુવાનો ડુબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. મુળ  બનાસકાંઠા જિલ્લાના ત્રણ યુવાનોના નામ કેવાભાઈ સવશીભાઈ ઠાકોર..ઉ.,૨૭, મેન્દભાઈ વાલાભાઈ ઠાકોર.ઉ ૨૦, અલ્પેશભાઈ શ્રવણભાઈ ઠાકોર.ઉ૧૮ છે.

ત્રણેય યુવાનો ડૂબીઓ હોવાની આશંકા સેવાઈ રહી છે.ધટના ની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તરવૈયાની ટીમ બોલાવામાં આવી છે.

રાત્રી નો સમય હોવાથી યુવાનો ને શોધવા માં ભારે  મુશ્કેલીનો સામનો કરવો પડો હતો.૧૨ કલાકથી વધુ સમય  ગયો હોવા છતાં ગત રાત સુધી યુવાનોનો પતો લાગ્યો ન હતો.

રિપોર્ટ ભારતી માખીજાણી