કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી 16 ,250નો બિનવારસુ શરાબ કબ્જે કરાયો

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં શરાબની 3પ બોટલ અને 40 બિયરના ટીન બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. ગાંધીધામથી આરપીએફનો સ્ટાફ તપાસ માટે નીકળતા એચ-1 કોચમાં કેબિનની સીડીમાં ખાખી કવરમાં શંકાસ્પદ વસ્તુ નજરે પડતાં ભુજ રેલવે મથકના આરપીએફના જવાનોને જણાવતા ત્યાં આ કવરની તલાસી લેવામાં આવતા તેમાં બિનવારસુ હાલતમાં 35 રમની બોટલ કિં. રૂા. 12,250 તથા 40 બિયરના ટીન કિં. રૂા. 4000 એમ કુલ રૂા. 16,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.